નવું સંશોધન
ઘરમાં કોઈ દાદરા ચઢતાં અડધે અટકીને શ્વાસ લેવા ઊભું રહે, ત્યારે આપણે સહેલાઈથી કહી દઈએ છીએ કે ઉંમર થઈ, વજન વધ્યું અથવા કસરત નથી.
Lancet Global Health માં ઓક્ટોબર 2026 માં છપાયેલી PURE study માં ભારત સહિત 25 દેશોના 35 થી 70 વર્ષના 1,19,252 લોકોનો spirometry નામનો શ્વાસનો સાદો test કરવામાં આવ્યો, અને લગભગ દર 10 માંથી 1 વ્યક્તિની શ્વાસનળી સાંકડી એટલે કે COPD નીકળ્યો.
એમાંથી લગભગ 10 માંથી 9 લોકોને ક્યારેય diagnosis થયું જ નહોતું, છતાં એમનામાં મૃત્યુ તેમજ છાતી અને હૃદયની તકલીફનું જોખમ વધારે હતું, અને જેમનું નિદાન ચૂકી ગયું તેમાંથી ઘણા ઓછી ઉંમરના, ઓછાં લક્ષણવાળા અને ક્યારેય smoking ન કરનારા હતા.
કરવા જેવું: અઠવાડિયાઓથી ખાંસી, કફ કે શ્વાસ ચઢવાની તકલીફ હોય તો ઉંમર પર ન ઢોળો, અને doctor ને breathing test વિશે પૂછો.
Source — Lancet Glob Health 2026 (online 2-Oct-2026):104055, PURE investigators, McMaster University, Canada
આ અંકમાં આપેલી માહિતી સામાન્ય આરોગ્ય-જાગૃતિ માટે છે. એ તમારા doctor ની સલાહનો વિકલ્પ નથી. કોઈ પણ દવા, test કે સારવાર શરૂ કરતાં પહેલાં તમારા doctor ને મળો.
એપોઇન્ટમેન્ટ: 63555 64601
જીવરાજ ગેસ્ટ્રોકેર એપમાં ખોલો