સ્વસ્થ પરિવારઅંક 04

મહત્ત્વની શોધ

દવા બંધ, છતાં sugar કાબૂમાં

Type 2 diabetes તો આખી જિંદગીનો સાથી છે એવું આપણે ઘણી વાર સાંભળીએ છીએ, એટલે સ્કૉટલૅન્ડની એક trial એ જોયું કે નવા diabetes માં remission શક્ય છે કે નહીં.

2018 માં Lancet માં છપાયેલી DiRECT trial (Glasgow અને Newcastle University) માં 306 લોકો હતા જેમને છેલ્લા છ વર્ષમાં જ diabetes પકડાયું હતું અને insulin કોઈને નહોતું, અને એમની ગોળીઓ બંધ કરીને doctor ની દેખરેખ હેઠળ થોડા મહિના ઓછી calorie નો આહાર આપ્યો, પછી ધીમે ધીમે રોજનું ખાવાનું પાછું શરૂ કરાવ્યું.

બાર મહિને 46% માં diabetes remission માં ગયું, જ્યારે સામાન્ય સારવારમાં ફક્ત 4% માં, અને વજન સરેરાશ 10 કિલો ઘટ્યું સામે 1 કિલો.

સાવધાની: remission એટલે કાયમી ઈલાજ નહીં, આ બધું doctor ની દેખરેખમાં થયું, અને પોતાની મેળે ગોળી કદી બંધ ના કરો.

કરવા જેવું: diabetes નવું હોય તો વજન ઘટાડવાની વાત doctor સાથે આજે જ કરો.

Source — Lancet 2018;391(10120):541-551, University of Glasgow and Newcastle University

આ અંકમાં આપેલી માહિતી સામાન્ય આરોગ્ય-જાગૃતિ માટે છે. એ તમારા doctor ની સલાહનો વિકલ્પ નથી. કોઈ પણ દવા, test કે સારવાર શરૂ કરતાં પહેલાં તમારા doctor ને મળો.

આ પણ વાંચો: English · हिन्दी

દર અઠવાડિયે આ મેળવો: હેલ્થ અપડેટ વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

એપોઇન્ટમેન્ટ: 63555 64601

જીવરાજ ગેસ્ટ્રોકેર એપમાં ખોલો