WhatsApp
Dr Harsh Shah, Consultant Surgical Oncologist, Apollo Hospital, Bhat
ડૉ. હર્ષ શાહ

અમદાવાદમાં કેન્સર સર્જન – ડૉ. હર્ષ શાહ

રિપોર્ટમાં ગાંઠ દેખાય ત્યારે પહેલો સવાલ એ જ હોય છે: આનું ઓપરેશન થઈ શકે કે નહીં? ડૉ. હર્ષ શાહ પાચનતંત્રના કેન્સરના સર્જન છે. ગોતા OPD માં તેઓ જાતે તપાસ કરે છે, તમારી સાથે બેસીને રિપોર્ટ સમજાવે છે, અને ઓપરેશનની જરૂર હોય તો Apollo Hospital, Bhat માં ઓપરેશન કરે છે.

ડૉ. હર્ષ શાહ
અમદાવાદમાં કેન્સર સર્જન
– ડૉ. હર્ષ શાહ

રિપોર્ટમાં ગાંઠ દેખાય ત્યારે પહેલો સવાલ એ જ હોય છે: આનું ઓપરેશન થઈ શકે કે નહીં? ડૉ. હર્ષ શાહ પાચનતંત્રના કેન્સરના સર્જન છે. ગોતા OPD માં તેઓ જાતે તપાસ કરે છે, તમારી સાથે બેસીને રિપોર્ટ સમજાવે છે, અને ઓપરેશનની જરૂર હોય તો Apollo Hospital, Bhat માં ઓપરેશન કરે છે.

Dr Harsh Shah, Consultant Surgical Oncologist, Apollo Hospital, Bhat
Dr Harsh Shah - Best Onco Surgeon in Ahmedabad, Gujarat, India
મળો

ડૉ. હર્ષ શાહ

ડૉ. હર્ષ શાહ
MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology)
Gastro & Cancer Surgeon · Apollo Hospital, Bhat, Gandhinagar · Gota OPD, Ahmedabad

Shah’s Gastro, Cancer & Robotic Surgery Centre — ગોતા, અમદાવાદ. ડૉ. શાહ અન્નનળી, હોજરી, મોટું આંતરડું, મળાશય, લિવર, સ્વાદુપિંડ, પિત્તાશય અને પેટના પડદા (peritoneum) ના કેન્સરનું ઓપરેશન કરે છે. દરેક પેશન્ટને તેઓ પોતે મળે છે, અને સારવારનો plan medical અને radiation oncologist સાથે મળીને નક્કી કરે છે.

Best Esophageal Cancer Doctor In Gujarat

તાલીમ ક્યાં લીધી

Maulana Azad Medical College, Delhi અને GB Pant Hospital, Delhi

Best Treatment For Esophageal Cancer In India

ડિગ્રી

MS, MCh અને DrNB — Surgical Gastroenterology માં સુપર-સ્પેશિયાલિટી

Best Treatment For Esophageal Cancer In India

Google રેટિંગ

ટૂંકમાં

ડૉ. હર્ષ શાહ અમદાવાદમાં કેન્સર સર્જન (surgical oncologist) છે. તેઓ અન્નનળી, હોજરી, આંતરડા, લિવર, સ્વાદુપિંડ અને પિત્તાશયના કેન્સરનું ઓપરેશન કરે છે.

OPD ગોતા, S G Highway પર છે અને ઓપરેશન Apollo Hospital, Bhat, Gandhinagar માં થાય છે. સમય લેવા માટે +91 63555 64601 પર ફોન કરો.

ઓપરેશન પહેલાં કે પછી chemotherapy કે radiation જોઈએ તો ડૉ. શાહ medical અને radiation oncologist સાથે મળીને સારવારનો ક્રમ નક્કી કરે છે.

કેન્સર સર્જન પાસે ક્યારે જવું?

સીધો જવાબ: જ્યારે CT scan, endoscopy, colonoscopy કે biopsy ના રિપોર્ટમાં પાચનતંત્રના કોઈ અંગમાં ગાંઠ (growth કે mass) દેખાય, અને હજી કોઈએ કહ્યું ન હોય કે તે કાઢી શકાય કે નહીં.

મોટા ભાગના પરિવારો પહેલાં ફેમિલી ડૉક્ટર કે gastroenterologist પાસે જાય છે. Endoscopy કે colonoscopy માં કંઈક દેખાય, biopsy મોકલાય, અને રિપોર્ટમાં carcinoma કે malignancy જેવો શબ્દ આવે — ત્યારે આગળનું પગલું કેન્સર સર્જનને મળવાનું હોય છે. આ મુલાકાતમાં નક્કી થાય છે કે ગાંઠ હમણાં કાઢી શકાય, પહેલાં નાની કરવી પડે, કે દવા જ મુખ્ય સારવાર રહેશે.

કેટલીક તકલીફો એવી છે જેમાં તપાસ કરાવવી જરૂરી છે: ખોરાક ગળવામાં અટકે, કારણ વગર વજન ઘટે, મળમાં લોહી પડે, મળત્યાગની ટેવ લાંબા સમય સુધી બદલાય, આંખો અને પેશાબ પીળા થાય (કમળો), કે પેટમાં સતત દુખાવો રહે. આ લક્ષણો બીજી સામાન્ય તકલીફોમાં પણ હોય છે, એટલે દરેક વખતે કેન્સર જ હોય એવું નથી. પણ લાંબું ચાલે તો તપાસ ટાળશો નહીં.

એક surgeon તરીકે કહું — રિપોર્ટ હાથમાં આવે ત્યારે ગભરાટ થાય એ સ્વાભાવિક છે. પણ ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે બધા રિપોર્ટ ભેગા કરો, અને એક વાર શાંતિથી બેસીને આખી વાત સમજો. સાચો ક્રમ પકડાય તો આગળનો રસ્તો સ્પષ્ટ થઈ જાય છે.

કેન્સર સર્જન, medical oncologist અને radiation oncologist — કોણ શું કરે?

કેન્સરની સારવારમાં ઘણી વાર ત્રણ ડૉક્ટર સાથે કામ કરે છે. દરેકનું કામ અલગ છે, અને મોટા ભાગના પેશન્ટને એકથી વધુની જરૂર પડે છે.

કેન્સર સર્જન (surgical oncologist)Medical oncologistRadiation oncologist
મુખ્ય સારવારઓપરેશન કરીને ગાંઠ અને આસપાસની lymph nodes કાઢેChemotherapy, targeted therapy, immunotherapy જેવી દવાઓRadiation (શેક)
પહેલા ક્યારે મળવુંગાંઠ દેખાય અને જાણવું હોય કે તે કાઢી શકાય કે નહીંકેન્સર ઘણાં અંગોમાં ફેલાયું હોય, કે લોહીનું કેન્સર હોવાની શંકા હોયRadiation મુખ્ય સારવાર હોય, કે ઓપરેશન પહેલાં આપવાનું હોય
ક્યાં મળેOPD, પછી ઓપરેશન થિયેટર અને વોર્ડOPD અને chemotherapy day-careOPD અને radiation વિભાગ

વધુ વિગત અંગ્રેજીમાં: Surgical oncologist vs medical oncologist.

સારવારનો ક્રમ કેમ મહત્વનો છે?

કારણ કે દરેક કેન્સરમાં ઓપરેશન પહેલું નથી આવતું. અન્નનળી (food pipe), હોજરી અને મળાશયના કેન્સરમાં ઘણી વાર ઓપરેશન પહેલાં chemotherapy કે chemo-radiation અપાય છે, જેથી ગાંઠ નાની થાય અને પૂરી કાઢી શકાય. મોટા આંતરડાના ઘણા કેન્સરમાં ઓપરેશન પહેલું થાય છે. સ્વાદુપિંડના કેન્સરમાં ઓપરેશન પછી chemotherapy ઘણી વાર જરૂરી બને છે.

આ સામાન્ય ચિત્ર છે, તમારા કેસનો નિયમ નથી. તમારા માટે સાચો ક્રમ stage, ગાંઠની જગ્યા અને તમારી તબિયત જોઈને, ત્રણેય નિષ્ણાતો સાથે મળીને નક્કી કરે છે. એટલે જ સારવાર દવાથી શરૂ થવાની હોય તો પણ કેન્સર સર્જનને વહેલા મળવું ઉપયોગી છે — ગાંઠ ક્યારે કાઢી શકાય એમ થઈ છે, તે સમયસર નક્કી થઈ શકે.

ડૉ. હર્ષ શાહ કયા કેન્સરનું ઓપરેશન કરે છે?

સીધો જવાબ: પાચનતંત્રના કેન્સરનું. દરેક અંગ માટે અંગ્રેજીમાં વિગતવાર પેજ છે; નીચે ટૂંકમાં સમજ આપી છે.

અન્નનળી (food pipe) નું કેન્સર

ખોરાક ગળવામાં અટકવાથી ઘણી વાર ખબર પડે છે. ઓપરેશનમાં અન્નનળીનો ગાંઠવાળો ભાગ કાઢીને હોજરીમાંથી ખોરાક માટે નવો રસ્તો બનાવાય છે (esophagectomy).

વધુ વાંચો (English)
હોજરી (stomach) નું કેન્સર

હોજરીનો ભાગ કે આખી હોજરી, આસપાસની lymph nodes સાથે કાઢવામાં આવે છે (gastrectomy). ઘણી વાર ઓપરેશન પહેલાં chemotherapy અપાય છે.

વધુ વાંચો (English)
મોટા આંતરડા (colon) નું કેન્સર

ગાંઠવાળો આંતરડાનો ભાગ lymph nodes સાથે કાઢીને બંને છેડા ફરી જોડવામાં આવે છે (colectomy).

વધુ વાંચો (English)
મળાશય (rectum) નું કેન્સર

ઘણી વાર ઓપરેશન પહેલાં chemo-radiation અપાય છે. ઓપરેશન open, laparoscopic કે robotic રીતે થઈ શકે છે.

વધુ વાંચો (English)
લિવરનું કેન્સર

લિવરનો ગાંઠવાળો ભાગ કાઢવાનું ઓપરેશન (liver resection). કેટલું લિવર સુરક્ષિત રીતે કાઢી શકાય, તે scan પરથી પહેલાં જ ગણવામાં આવે છે.

વધુ વાંચો (English)
સ્વાદુપિંડ (pancreas) નું કેન્સર

સ્વાદુપિંડના માથાની ગાંઠ માટે Whipple ઓપરેશન, અને પૂંછડી તરફની ગાંઠ માટે distal pancreatectomy.

વધુ વાંચો (English)
પિત્તાશય (gallbladder) નું કેન્સર

પિત્તાશય સાથે લિવરનો નાનો ભાગ અને lymph nodes કાઢવામાં આવે છે (radical cholecystectomy).

વધુ વાંચો (English)
પેટના પડદા (peritoneum) નું કેન્સર — CRS અને HIPEC

દેખાતી બધી ગાંઠ કાઢીને (CRS) ઓપરેશન દરમિયાન જ ગરમ chemotherapy (HIPEC) અપાય છે. દરેક પેશન્ટ માટે યોગ્ય નથી; તપાસ પછી જ નક્કી થાય છે.

વધુ વાંચો (English)

ઓપરેશન કઈ રીતે થાય: open, laparoscopic કે robotic?

સીધો જવાબ: ત્રણેય રીતે ઓપરેશન થાય છે, અને કઈ રીત તમારા માટે યોગ્ય છે તે ગાંઠની જગ્યા, તેનું કદ, અગાઉના ઓપરેશન અને તમારી તબિયત પરથી નક્કી થાય છે.

Laparoscopic અને Robotic Surgery માં નાના કાપ દ્વારા ઓપરેશન થાય છે. દરેક કેન્સરમાં અને દરેક પેશન્ટમાં આ શક્ય નથી. Open ઓપરેશન કોઈ ઓછું ઓપરેશન નથી — ત્રણેયનો હેતુ એક જ છે: ગાંઠ અને જરૂરી lymph nodes પૂરેપૂરા અને સુરક્ષિત રીતે કાઢવા. Consultation માં ડૉ. શાહ સમજાવે છે કે તમારા કેસમાં કઈ રીત શા માટે પસંદ કરી છે.

એ જ ટીમના બીજા કેન્સર સર્જન

Shah's Gastro, Cancer & Robotic Surgery Centre માં દરેક અંગના કેન્સર માટે અલગ સર્જન છે, જેથી તમને એ અંગના નિષ્ણાત મળે:

પેશન્ટ અને પરિવારના Google રિવ્યૂ

આ રિવ્યૂ Google પર જેમ લખાયા છે તેમ જ, કોઈ ફેરફાર વગર મૂક્યા છે. Google પર બધા રિવ્યૂ વાંચો.

ડૉ હર્ષ શાહ નો સ્વાભાવ ખૂબ જ સરસ છે.તેઓ હમેશા સારી રીત વાત કરે છે .મોટા આંતરડા ના કેન્સર ની સર્જરી એમને કરેલ લી છે. કોઈ પ્રકાર ની તકલીફ નાથી .

Ismailbhai Shaikh
Google રિવ્યૂ · Dec 2023 · Gota, Ahmedabad

We are very thankful to Dr. Harsh Shah for treating and operating on my father for gastric (stomach) cancer. From the first consultation to the surgery and follow-up, he guided us with great care and explained everything clearly.

Moh. Ahsan
Google રિવ્યૂ · Sep 2026 · Apollo Hospital, Bhat

Met with Dr. Harsh Shah for the consultation of one of my relative. Dr. Harsh Shah is an exceptional surgical oncologist in Ahmedabad. His expertise in treating complex GI cancers like liver, pancreas, and colon cancers is truly remarkable. He explains everything clearly and gives patients full confidence in their treatment.

Nagesh Patidar
Google રિવ્યૂ · Nov 2025 · Gota, Ahmedabad

We are much satisfied with robotic surgery done by Dr harsh shah. He is very humble in nature. Highly recommended for gastro cancer surgeon in Ahmedabad. Thank u so much sir.

Jyotsnaben Kotwal
Google રિવ્યૂ · Mar 2024 · Gota, Ahmedabad

ડૉ. હર્ષ શાહ પાસેથી સાંભળો

ગુજરાતીમાં બે વીડિયો: અન્નનળીનું કેન્સર શું છે, અને Robotic Surgery શું છે.

અન્નનળીનું કેન્સર શું છે? કારણ, લક્ષણ અને સારવાર

Robotic Surgery શું છે અને તેના ફાયદા શું છે?

સારવારનો રસ્તો — પાંચ પગલાં

પહેલી મુલાકાતથી ઓપરેશન પછીના follow-up સુધી, સામાન્ય રીતે આ રીતે આગળ વધાય છે:

  1. Consultation નો સમય લો+91 63555 64601 પર ફોન કરો કે WhatsApp પર પૂછો. બધા રિપોર્ટ, scan ની CD અને ચાલુ દવાઓની યાદી લઈને ગોતા OPD આવો.
  2. તપાસ, ટેસ્ટ અને treatment planડૉ. શાહ તપાસ કરે છે અને રિપોર્ટ જુએ છે. જરૂર હોય તો PET-CT, biopsy કે લોહીની તપાસ કરાવાય છે, અને પછી તમારો treatment plan સમજાવાય છે.
  3. ઓપરેશનApollo Hospital, Bhat, Gandhinagar માં — open, laparoscopic કે robotic, તમારા કેસ પ્રમાણે.
  4. હોસ્પિટલમાં ટૂંકું રોકાણઓપરેશન પછી ચાલવાનું અને ખાવાનું ધીમે ધીમે શરૂ થાય છે. કેટલા દિવસ રહેવું પડશે તે ઓપરેશન પ્રમાણે consultation માં જ કહેવાય છે.
  5. Follow-up અને પૂરી રિકવરીકાઢેલી ગાંઠનો final biopsy રિપોર્ટ તમારી સાથે વાંચવામાં આવે છે. Chemotherapy ની જરૂર હોય તો medical oncologist સાથે plan થાય છે, અને નિયમિત follow-up ચાલુ રહે છે.

ઓપરેશન પછી શું થાય?

સીધો જવાબ: ઓપરેશન પછીના દિવસોમાં ચાલવાનું અને ખાવાનું ધીમે ધીમે શરૂ થાય છે, અને ઘરે ગયા પછી નિયમિત follow-up માટે ગોતા OPD આવવાનું રહે છે.

પાચનતંત્રના ઓપરેશન પછી ખોરાક એકદમ સામાન્ય થતાં થોડો સમય લાગે છે. શરૂઆતમાં પ્રવાહી, પછી નરમ ખોરાક, અને પછી ઘરનો સામાન્ય ખોરાક — આ ક્રમ ઓપરેશન પ્રમાણે ડૉક્ટર અને dietitian નક્કી કરે છે. ઘરે ગયા પછી તાવ આવે, ઘામાંથી પ્રવાહી નીકળે, ઉલટી બંધ ન થાય કે પેટનો દુખાવો વધે, તો રાહ ન જુઓ — તરત ફોન કરો.

કાઢેલી ગાંઠ biopsy માટે મોકલાય છે, અને તેનો final રિપોર્ટ follow-up માં તમારી સાથે વાંચવામાં આવે છે. આ રિપોર્ટ પરથી નક્કી થાય છે કે આગળ chemotherapy ની જરૂર છે કે માત્ર નિયમિત તપાસ પૂરતી છે. Follow-up માં લોહીની તપાસ અને જરૂર મુજબ scan કરાવાય છે, જેથી કંઈ નવું દેખાય તો વહેલું પકડાય.

ખર્ચ, insurance અને દાખલ થવાની તૈયારી

સીધો જવાબ: કેન્સરના ઓપરેશનનો ખર્ચ દરેક પેશન્ટમાં અલગ હોય છે, એટલે અહીં કોઈ એક આંકડો લખ્યો નથી. તપાસ પછી તમારા ઓપરેશન માટેનો અંદાજ (estimate) સમજાવવામાં આવે છે.

ખર્ચ શેના પર આધાર રાખે છે

  • કયું ઓપરેશન છે, અને તે open, laparoscopic કે robotic રીતે થવાનું છે
  • હોસ્પિટલમાં કેટલા દિવસ, અને ICU ની જરૂર પડે કે નહીં
  • રૂમનો પ્રકાર
  • ઓપરેશન પહેલાં કે પછીની chemotherapy કે radiation, જેનો ખર્ચ અલગ થાય છે

Insurance અને cashless

Apollo Hospital, Bhat માં ઘણી insurance કંપનીઓ સાથે cashless સુવિધા છે. ઓપરેશન પહેલાં insurance કંપની પાસેથી pre-authorisation લેવાય છે, એટલે policy ની વિગતો વહેલી આપો. વધુ માહિતી: Cashless hospitalisation for cancer treatment અને CGHS, cashless અને corporate panels (English).

દાખલ થતી વખતે સાથે લાવો

  • Insurance card કે policy ની નકલ, અને ઓળખપત્ર (Aadhaar)
  • બધા રિપોર્ટ, scan ની CD અને biopsy રિપોર્ટ
  • ચાલુ દવાઓ — ખાસ કરીને લોહી પાતળું કરવાની અને ડાયાબિટીસની દવાઓ

Second opinion માટે પણ આવી શકો

બીજી હોસ્પિટલમાં બનેલો plan લઈને આવો, સાથે બધા રિપોર્ટ અને scan. ઘણી વાર second opinion એ જ plan ને પાકો કરે છે — અને એ પણ એક ઉપયોગી જવાબ છે. મોટા ઓપરેશન પહેલાં, કે "ઓપરેશન નહીં થાય" એમ કહેવાયું હોય ત્યારે, બીજો મત લેવો વાજબી છે.

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ કે રાજસ્થાનથી આવો છો?

OPD ગોતા, S G Highway પર છે, અને ઓપરેશન Apollo Hospital, Bhat માં થાય છે — બંને ગાંધીનગર રોડ તરફ, બહારગામથી આવતા પરિવાર માટે સહેલાઈથી પહોંચાય એવી જગ્યા. નીકળતા પહેલાં ફોન કરો, જેથી તમારો સમય રાખી શકાય અને જરૂરી ટેસ્ટ એ જ મુસાફરીમાં થઈ શકે.

પેશન્ટની સાથે આવનાર પરિવાર માટે

ઘણી વાર દીકરો, દીકરી કે પતિ-પત્ની ડૉક્ટર શોધતા હોય છે. તમે consultation માં સાથે બેસી શકો છો. પ્રશ્નો પહેલેથી લખીને લાવો: ઓપરેશન કેટલું મોટું છે, હોસ્પિટલમાં કેટલા દિવસ રહેવું પડશે, ખાવાનું ક્યારથી શરૂ થશે, chemotherapy ની જરૂર પડશે કે નહીં, અને ખર્ચ કેટલો થશે. ડૉ. શાહ તમારા પેશન્ટના કેસ પ્રમાણે જવાબ આપે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

કેન્સર સર્જન અને ઓન્કોલોજિસ્ટમાં શું ફરક છે?

ઓન્કોલોજિસ્ટ એટલે કેન્સરના નિષ્ણાત. કેન્સર સર્જન (surgical oncologist) ઓપરેશનથી ગાંઠ કાઢે છે; medical oncologist chemotherapy જેવી દવાઓથી સારવાર કરે છે; radiation oncologist radiation આપે છે. રિપોર્ટમાં ઓન્કોલોજિસ્ટને મળવાનું લખ્યું હોય, તો પૂછો કે કયા ઓન્કોલોજિસ્ટ.

રિપોર્ટમાં ગાંઠ દેખાઈ છે, પહેલાં કોને મળવું?

ગાંઠ કાઢી શકાય કે નહીં તે હજી કોઈએ કહ્યું ન હોય, તો કેન્સર સર્જનને પહેલાં મળો. જરૂર પડે તો તેઓ medical oncologist પાસે મોકલે છે, એટલે કોઈ રસ્તો બંધ થતો નથી.

શું દરેક કેન્સરનું ઓપરેશન થઈ શકે?

ના. કેટલાક કેન્સરમાં પહેલાં chemotherapy કે radiation આપીને ગાંઠ નાની કરવી પડે છે, અને ફેલાયેલા કેન્સરમાં ઘણી વાર દવા જ મુખ્ય સારવાર હોય છે. તપાસ અને બધા રિપોર્ટ જોયા પછી જ નક્કી થાય છે.

Robotic ઓપરેશન દરેક પેશન્ટ માટે છે?

ના. Robotic, laparoscopic કે open — કઈ રીત યોગ્ય છે તે ગાંઠની જગ્યા, કદ અને તમારી તબિયત પરથી નક્કી થાય છે. ડૉ. શાહ consultation માં તમારા કેસ માટેની પસંદગી સમજાવે છે.

Insurance થી cashless સારવાર થાય?

Apollo Hospital, Bhat માં ઘણી insurance કંપનીઓ સાથે cashless સુવિધા છે. ઓપરેશન પહેલાં pre-authorisation લેવાય છે, એટલે policy ની વિગતો વહેલી આપો.

બહારગામથી આવીએ તો શું ધ્યાન રાખવું?

નીકળતા પહેલાં ફોન કરીને સમય નક્કી કરો, અને બધા રિપોર્ટ, scan ની CD અને દવાઓની યાદી સાથે લાવો. જરૂરી ટેસ્ટ શક્ય હોય તો એ જ મુસાફરીમાં કરાવી શકાય.

ગોતા OPD માં consultation નો સમય લો

ડૉ. હર્ષ શાહને મળવા માટે ફોન કરો. ઇચ્છો તો રિપોર્ટ મુલાકાત પહેલાં WhatsApp પર મોકલી શકો, જેથી consultation શરૂ થાય ત્યારે તે વાંચેલા હોય. સારવારનો નિર્ણય consultation માં, તપાસ કર્યા પછી જ લેવાય છે.

છેલ્લે અપડેટ: 2 ઑક્ટોબર 2026

ક્યાં મળવું

OPD · Consultation

ગોતા, અમદાવાદ

Dr Harsh Shah
Shah's Gastro, Cancer & Robotic Surgery Centre
SF-203, 2nd Floor, Olive Greens, Sarkhej–Gandhinagar Highway, Gota, Ahmedabad, Gujarat 382481
Google Maps પર રસ્તો જુઓ
Hospital · ઓપરેશન

Apollo Hospital, Bhat

Dr Harsh Shah – Robotic GI Surgeon
Plot No. 1A, Apollo Hospital International Limited, GIDC Bhat Industrial Estate, Gandhinagar, Ahmedabad, Gujarat 382428
Google Maps પર રસ્તો જુઓ

ફોન: +91 63555 64601 · WhatsApp: +91 63555 64601

Rate this page

ડૉ. હર્ષ શાહ તરફથી મફત આરોગ્ય માહિતી, WhatsApp પર મેળવો

સ્વસ્થ પરિવાર: મહિનામાં બે વાર રિકવરી, ખોરાક અને ચેતવણીનાં લક્ષણો વિશે કામની સલાહ. કોઈ જાહેરાત નહીં. ગમે ત્યારે બંધ કરી શકો.

તમારો નંબર આ માહિતી મોકલવા માટે અને clinic તમને પહોંચી શકે એ માટે વપરાય છે. કદી વેચાતો કે બીજાને અપાતો નથી. બંધ કરાવવા WhatsApp પર STOP લખો.

Dr Harsh Shah - Surgical Gastroenterologist and GI Robotic Surgeon, Ahmedabad
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.