WhatsApp

Pancreas ના માથાનું cancer: Whipple ઓપરેશન

Shah's Gastro, Cancer & Robotic Surgery Centre · અમદાવાદ અને ગાંધીનગર

Operation નો નિર્ણય કેવી રીતે લેવાય છે, કોણ કરે છે, અને consent આપતાં પહેલાં શું પૂછવું. Apollo Hospital, Bhat, ગાંધીનગર · Gota OPD, અમદાવાદ.

સ્વાદુપિંડ (pancreas) ના head માં થયેલી ગાંઠ કાઢવા માટેના operation ને Whipple’s pancreaticoduodenectomy કહે છે. પણ ગાંઠ કાઢી શકાશે કે નહીં એ diagnosis પરથી નક્કી નથી થતું — એ નક્કી થાય છે pancreas ની પાછળ ચાલતી બે મોટી નસો સાથે ગાંઠનો સંબંધ કેવો છે એના પરથી, અને એ સવાલનો જવાબ એક જ test આપે છે: pancreatic-protocol CT. આ page એ નિર્ણય કેવી રીતે લેવાય છે, શું એને બદલી શકે, operation theatre માં કોણ હોય છે, અને consent આપતાં પહેલાં દર્દીએ કયા સવાલ પૂછવા જોઈએ — એના વિશે છે.

Call +91-63555-64601  ·  WhatsApp પર reports મોકલો

કોણ operation કરે છે, અને ક્યાં

Dr Harsh Shah, gastrointestinal and cancer surgeon, Ahmedabad
Dr Harsh Shah — MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology).

Shah’s Gastro, Cancer & Robotic Surgery Centre. Surgical gastroenterology માં ખાસ qualification — એટલે કે general surgery કરીને પેટના operation માં રસ લેવો એવું નહીં, પણ પાચનતંત્રની જ super-specialty training. Pancreas, bile duct, હોજરી, અન્નનળી (food pipe) અને આંતરડાં — આખી practice આ જ છે, અઠવાડિયે અઠવાડિયે.

Dr Harsh Shah
MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology)
Registered with Gujarat Medical Council, Reg. No. G-38738
Pancreas Cancer Surgeon · Apollo Hospital, Bhat, ગાંધીનગર · Gota OPD, અમદાવાદ

Google rating: Gota clinic પર 216 reviews માંથી 4.89, અને Apollo, Bhat પર 17 reviews માંથી 4.94.

Gota OPD માં તમને જે surgeon મળે છે, એ જ surgeon Apollo, Bhat માં operation કરે છે. કોઈ જુદી operating list નથી જે તમે મળ્યા ન હો એવા કોઈ ચલાવે.

એક surgeon તરીકે કહું — pancreas ના કોઈ પણ cancer નું operation એક માણસના scan વાંચવા પરથી નક્કી નથી થતું. દરેક case tumour board માં ચર્ચાય છે: surgeon, medical oncologist, radiologist અને pathologist એક સાથે. તારીખ આપતાં પહેલાં, પછી નહીં.

Pancreas માં ગાંઠ: શું નક્કી થાય, શું નહીં?

Pancreas નો head નાના આંતરડાના પહેલા ભાગ (duodenum) ના વળાંકમાં બેસે છે અને એની આસપાસ bile duct પસાર થાય છે. અહીં ગાંઠ થાય તો bile duct વહેલી બંધ થાય છે — એટલે જ આ ગાંઠ દુખાવાથી નહીં પણ આંખો પીળી થવાથી ખબર પડે છે.

હું રોજ OPD માં જોઉં છું — ત્રણ રીતે દર્દી આવે છે. પહેલું: આંખો પીળી, પેશાબ ઘેરો, તાવ નહીં, દુખાવો નહીં. બીજું: વજન ઘટવું, અને પેટમાં ઝીણો દુખાવો જે પીઠ સુધી જાય અને આગળ ઝૂકવાથી ઓછો થાય. ત્રીજું: પચાસ વર્ષ પછી નવું diabetes, એ પણ વજન ઘટવા સાથે — અને આ ત્રીજું જ સૌથી વધારે ચૂકાય છે, કારણ કે નવા diabetes ને નવું diabetes ગણીને જ સારવાર શરૂ થઈ જાય છે.

ગાંઠનું સ્થાન એટલું નક્કી કરે છે કે કયું operation થશે: head, uncinate કે periampullary ગાંઠ માટે Whipple’s. Body કે tail ની ગાંઠ માટે સાવ જુદું operation. પણ operation થઈ શકશે કે નહીં — એ સ્થાન નક્કી નથી કરતું. એ જુદો સવાલ છે, અને એ જ સૌથી મહત્ત્વનો છે.

સૌથી મોટો સવાલ: આખી ગાંઠ નીકળી શકશે?

Pancreas નું operation ત્યારે જ કરવા જેવું છે જ્યારે આખી ગાંઠ, આસપાસ સાજા ભાગની કિનારી સાથે, નીકળી શકે. ગાંઠ અંદર રહી જાય તો મોટા operation નું આખું જોખમ આવે છે અને ફાયદો લગભગ કશો નહીં. આ નક્કી થાય છે pancreatic-protocol CT પર — પાતળી slice, બે અલગ contrast phase. સામાન્ય પેટનો CT આ જવાબ આપી શકતો નથી, અને બહાર કરાવેલો હોય તો ફરી કરાવવો પડે છે.

Scan માં ગાંઠનું માપ નહીં, પણ pancreas ની પાછળ ચાલતી artery અને vein સાથેનો એનો સંબંધ જોવાય છે. Vein ને માત્ર અડતી ગાંઠ અને artery ને વીંટળાયેલી ગાંઠ — બંને સાવ જુદી વર્તે છે, અને આ ફરક આખો plan નક્કી કરે છે.

Scan શું નક્કી કરે છે, અને પછી શું થાય છે
Scan માં શું દેખાય છેએને શું કહેવાયપછી શું
ગાંઠ artery થી દૂર, અને vein થી પણ દૂર કે સહેજ જ અડતીResectableપહેલાં operation, પછી chemotherapy — જો દર્દી operation માટે fit હોય
ગાંઠ artery ને થોડી અડે, કે vein ને વીંટળાય પણ ઉપર-નીચે સાજી vein હોયBorderline resectableપહેલાં chemotherapy, પછી ફરી scan અને ફરી નિર્ણય. Operation રદ નથી થતું — એનો ક્રમ બદલાય છે
ગાંઠ artery ને પૂરી વીંટળાયેલી, કે vein એવી રીતે બંધ કે ફરી જોડી ન શકાયLocally advancedChemotherapy, પછી ફરી તપાસ. થોડા દર્દી પછીથી operable થાય છે
Liver, પેટના પડ કે દૂરની ગાંઠોમાં ફેલાવોMetastaticસારવાર દવાથી. Pancreas કાઢવાનું operation જિંદગી લંબાવવાને બદલે ટૂંકી કરશે

બે વાત દર્દીને ભાગ્યે જ કહેવાય છે. Borderline એટલે inoperable નું નરમ રૂપ નહીં — એ તો સારવારના ક્રમ વિશેની સૂચના છે. અને chemotherapy પછી scan ઘણી વાર સુધારાને ઓછો કરીને બતાવે છે: ગાંઠ એવી ને એવી દેખાય પણ દર્દી સારો હોય અને tumour marker ઘટ્યો હોય, તો operation નો વિચાર છોડી દેવાને બદલે પેટ ખોલીને જોવાય છે.

Whipple માં આટલું બધું કેમ કાઢવું પડે?

Whipple’s માં pancreas નો head, આખું duodenum, પિત્તાશય (gallbladder) અને bile duct નો નીચેનો ભાગ, અને સામાન્ય રીતે હોજરીનો થોડો ભાગ કાઢવામાં આવે છે — પછી ત્રણ સાંધા નવેસરથી બનાવાય છે: pancreas થી આંતરડું, bile duct થી આંતરડું, અને હોજરી થી આંતરડું.

Scan માં નાની દેખાતી ગાંઠ માટે આટલું બધું કેમ — આ સવાલ લગભગ દરેક પરિવાર પૂછે છે. જવાબ શરીરની રચનામાં છે, આક્રમકતામાં નહીં: pancreas ના head અને duodenum ને લોહી એક જ નસોમાંથી મળે છે, એટલે એકને રાખીને બીજું કાઢવું શક્ય જ નથી. Standard field ના lymph nodes પણ સાથે નીકળે છે, જેથી pathologist stage બરાબર કહી શકે.

શું નથી કરાતું એ પણ એટલું જ અગત્યનું. Standard કરતાં વધારે મોટી lymph node clearance માત્ર complications વધારે છે, ફાયદો નહીં — એટલે Dr Harsh Shah એ કરતા નથી. હોજરીના છેડાનો pylorus રાખવો કે કાઢવો એનાથી cancer ના પરિણામમાં ફરક પડતો નથી, એટલે એ દિવસે ગાંઠ જે રજા આપે એ પ્રમાણે નક્કી થાય છે. ગાંઠ પાછળની vein સાથે ચોંટેલી હોય તો vein નો એ ટુકડો કાઢીને ફરી જોડાય છે — અનુભવી હાથમાં એ operation નો સ્વીકૃત ભાગ છે. Artery કાઢીને ફરી જોડવી એ જુદી વાત છે અને standard practice નથી.

Pancreas નું જોડાણ અને operation પછીનું પહેલું અઠવાડિયું

કપાયેલા pancreas અને આંતરડા વચ્ચેનો સાંધો જ Whipple’s પછીની recovery નક્કી કરે છે. Pancreas નો રસ તીવ્ર હોય છે, અને એ સાંધામાંથી થોડો ઝમે તો એને pancreatic fistula કહે છે. એટલે સાંધા પાસે એક drain મૂકાય છે અને operation પછીની સવારે એમાંના પ્રવાહીની તપાસ થાય છે — એ એક જ test બાકીનું અઠવાડિયું ઘડે છે.

નરમ pancreas અને પાતળી duct વાળા ગ્રંથિમાંથી કઠણ અને પહોળી duct વાળી કરતાં વધારે ઝમે છે, અને કયું છે એ surgeon ને ગ્રંથિ કાપ્યા પછી જ ખબર પડે છે. પહેલી સવારનો test સારો આવે તો drain થોડા દિવસમાં નીકળી જાય. ન આવે તો drain રહે, ખોરાક જુદી રીતે ચલાવાય, અને રોકાણ લંબાય. એ surgery ની નિષ્ફળતા નથી — એ આ operation નો જાણીતો સ્વભાવ છે.

બીજી જાણી રાખવા જેવી વાત: Whipple’s પછી હોજરી ધીમી ચાલુ થાય એવું બને. જમવાનું દિવસો સુધી પાછું ઠેલાય અને થોડા વખત માટે tube ફરી મૂકવી પડે. એ સારું થઈ જાય છે. તકલીફ મુખ્યત્વે એમને પડે છે જેમને પહેલેથી કહેવાયું ન હોય.

જોખમોની આખી યાદી — અને તમારી પોતાની ગ્રંથિ, ઉંમર અને તબિયત પ્રમાણેના આંકડા — consent આપતાં પહેલાં રૂબરૂ સમજાવાય છે. એ આંકડા સ્પષ્ટ બોલાય છે, ઈશારામાં નહીં; અને એમની જગ્યા એવી વાતચીતમાં છે જ્યાં સામે સવાલ પૂછી શકાય, web page પર નહીં.

Console પર કોણ, અને console ક્યારે વપરાતું નથી

Pancreatic head cancer માટેનું Whipple’s મોટા ભાગે open operation તરીકે થાય છે, અને એ મર્યાદા નહીં પણ ઇરાદાપૂર્વકનો નિર્ણય છે. પેટમાં ઊંડે ત્રણ નાજુક સાંધા બનાવવાના હોય છે, અને પ્રાથમિકતા આખી ગાંઠ નીકળે અને pancreas નો સાંધો મજબૂત બને એ છે — નાનો કાપો નહીં.

Dr Harsh Shah બીજા પાચનતંત્રના cancer માટે robotic અને laparoscopic surgery નિયમિત કરે છે, એટલે “દૂરબીનથી થશે?” એ વાજબી સવાલ છે. Pancreas ના head માટે પ્રામાણિક જવાબ એ છે કે approach દરેક દર્દી અને દરેક ગાંઠ પ્રમાણે પસંદ થાય છે, અને કોઈ approach એટલા માટે નથી અપાતો કે એ વધારે આધુનિક લાગે. જે તમારો scan જોયા પહેલાં જ કોઈ ચોક્કસ technology નું વચન આપે, એ technology વેચે છે — તમારું operation ગોઠવતો નથી.

Team નાની અને નક્કી છે. પૂછો કે operation કોણ કરશે, અને તારીખ બદલાય તો પણ એ જ કરશે કે નહીં.

પીળિયો, stent, અને વેડફાઈ જતાં બે અઠવાડિયાં

Pancreas ના head ની ગાંઠથી દુખાવા વગરનો પીળિયો હોય તો operation પહેલાં stent મૂકવું જ પડે એવું નથી. જો બે અઠવાડિયામાં operation થઈ શકે એમ હોય અને દર્દી બાકી સારો હોય, તો સીધા operation પર જવાથી એક procedure બચે છે. Stent ખરેખર જરૂરી છે જ્યારે bile માં infection હોય, અસહ્ય ખંજવાળ હોય, bilirubin બહુ ઊંચો હોય અને વિલંબ દેખાતો હોય, કિડની પર અસર હોય, કે પહેલાં chemotherapy નું આયોજન હોય.

આ એટલા માટે કહેવું પડે છે કે ઘણી જગ્યાએ પહેલાં stent અને પછી refer — એવી આદત છે, અને દરેક stent નું પોતાનું જોખમ અને પોતાનો વિલંબ છે. બહાર stent મૂકાઈ ગયું હોય તો કશું બગડતું નથી — એ plan નો ભાગ બની જાય છે, અને operation વખતે bile culture માટે મોકલાય છે જેથી antibiotics એને અનુરૂપ મળે.

Consent આપતાં પહેલાં શું પૂછવું

  1. Pancreatic-protocol CT થયો છે? અને એ tumour board માં ચર્ચાયો છે? જવાબ “સામાન્ય CT” અને “એક જ અભિપ્રાય” હોય તો બંને માગો.
  2. મારી ગાંઠ resectable છે, borderline છે કે locally advanced? આ ત્રણમાંથી કયો શબ્દ વપરાય છે એના પર જ નક્કી થાય છે કે પહેલાં operation કે પહેલાં chemotherapy.
  3. Operation કોણ કરશે, અને આખા operation દરમિયાન હાજર રહેશે?
  4. Pancreas નરમ અને duct પાતળી નીકળે તો plan શું? જેણે fistula નો વિચાર કર્યો હશે એ આનો જવાબ તરત આપશે.
  5. પેટ ખોલ્યા પછી ફેલાવો મળે તો શું? Operation ત્યાં જ અટકાવાય છે, અને એ સાચો નિર્ણય છે.
  6. પછી chemotherapy લેવી પડશે? અને એ કોણ ગોઠવશે?
  7. જીવનભર જમવા સાથે શું લેવું પડશે, અને એ કોણ શીખવશે?

છેલ્લો સવાલ જ સૌથી વધુ છૂટી જાય છે. Whipple’s પછી pancreas ખોરાક પચાવતા enzyme ઓછા બનાવે છે, અને દરેક ભોજન સાથે લેવાતી enzyme ની capsule — પહેલાં નહીં, પછી નહીં — જ ખાવાનું અને વજન પાછું લાવે છે. Diabetes નવું થાય કે વધે, એનો પોતાનો plan જોઈએ. બેમાંથી એકેય complication નથી; બંને અપેક્ષિત પરિણામ છે જેને સંભાળવાના હોય છે.

Second opinion ક્યારે લેવું, અને શું લઈ જવું

Pancreas ના cancer માં second opinion સારવાર શરૂ થયા પહેલાં લેવાનું હોય છે, પછી નહીં. બે નિર્ણય એવા છે જે પાછા ફેરવી શકાતા નથી: નીકળી શકે એવી ગાંઠને “નહીં નીકળે” કહી દેવું, અને જે ગાંઠ આખી નીકળવાની જ નહોતી એનું operation કરી નાખવું. બંને scan પરના અભિપ્રાય છે, અને બંને બે વાર વંચાવવા જેવા છે.

CT નું disc કે drive લઈને આવો, માત્ર report નહીં — ખરી વાત images માં છે, report એ તો એક જણનું વાંચન છે. Biopsy થઈ હોય તો slides કે blocks, tumour marker ના results, અને હાલની દવાઓની યાદી સાથે લાવો. Reports પહેલાં WhatsApp પર મોકલી દો તો પહેલી મુલાકાત નિર્ણયની થાય, કાગળ ભેગા કરવાની નહીં.

Biopsy વિશે એક ચોખવટ, કારણ કે આમાં બહુ ગૂંચવાડો થાય છે. Chemotherapy પહેલાં tissue ફરજિયાત છે. સ્પષ્ટ resectable ગાંઠ કાઢતાં પહેલાં એ ફરજિયાત નથી, અને negative biopsy એ ક્યારેય સાબિત કરતી નથી કે ગાંઠ નિર્દોષ છે — વારંવારની biopsy ઘણી વાર સારવાર બદલ્યા વગર માત્ર મોડું કરે છે.

દર્દીઓ અને પરિવારોએ શું કહ્યું

★★★★★

“We are very thankful to Dr. Harsh Shah for successfully performing the Whipple’s procedure. From the beginning, he explained everything clearly and gave us great confidence throughout the treatment. Today, we are happy to share that we received the discharge and are going home with a positive feeling. Thank you, Dr. Harsh Shah, for your expertise, care, and support. Highly recommended for GI surgery.”

— Desai Sonal, Google review

★★★★★

“My father underwent surgery for pancreas cancer under the care of Dr. Harsh Shah, and we are very satisfied with the treatment. Dr. Harsh Shah is highly skilled, caring, and explained everything clearly before and after the surgery. His confidence and expertise gave us great reassurance throughout the entire journey. The surgery was successful, and my father is recovering well. We are truly grateful for the excellent care and support provided by Dr. Harsh Shah and his team. I highly recommend Dr. Harsh Shah to anyone looking for the best pancreas cancer surgeon in Ahmedabad.”

— Gudia Khan, Google review

★★★★★

“We came from Banaskantha for my father's treatment. Dr. Harsh Shah performed his pancreas cancer surgery with great care and professionalism. He explained everything clearly and supported us throughout the treatment. We are grateful for the excellent care and highly recommend him to anyone looking for the best pancreas cancer surgeon in Ahmedabad. Thank you, Dr. Harsh Shah and the entire team.”

— Jay Chauhan, Google review

Reviews Google પર જેવા લખાયા છે એવા જ, અક્ષરશઃ મૂક્યા છે — જોડણી અને જગ્યા સુધ્ધાં બદલી નથી.

જુઓ: pancreas નું cancer ક્યાંથી શરૂ થાય છે

Dr Harsh Shah સમજાવે છે કે head ની ગાંઠ body કે tail ની ગાંઠ કરતાં જુદી કેમ વર્તે છે, અને બંને માટે operation જુદાં કેમ છે. (આ video English માં છે.)

સારવારના પાંચ તબક્કા

  1. Consultation બુક કરો. CT અને reports પહેલાં WhatsApp પર મોકલો. Consultation Gota OPD, અમદાવાદ માં.
  2. Tests અને treatment plan. Pancreatic-protocol CT (જો થયો ન હોય), tumour markers, પોષણ અને fitness ની તપાસ, અને tumour board માં ચર્ચા. તમારી ગાંઠ ચારમાંથી કયા વર્ગમાં આવે છે અને શા માટે — એ તમને કહેવાય છે.
  3. Operation. Admission અને operation Apollo Hospital, Bhat, ગાંધીનગર માં, નક્કી consultant team સાથે.
  4. હોસ્પિટલનું રોકાણ. એ જ સાંજે પથારીમાંથી બેસવાનું, વહેલું પ્રવાહી, બીજી સવારે drain ની તપાસ, પછી ધીમે ધીમે ચાલવાનું અને જમવાનું. Enzyme ની capsule શરૂ કરીને, શીખવીને જ રજા.
  5. Follow-up અને પૂરી રિકવરી. ઘા અને histology ની સમીક્ષા, જરૂર હોય તો chemotherapy માટે referral, પોષણ અને diabetes નું follow-up, અને લખીને અપાતા schedule પ્રમાણે surveillance scans.

ખર્ચ, insurance અને admission

Whipple’s નો ખર્ચ એક આંકડો નથી. એ બદલાય છે room category પ્રમાણે, રોકાણની લંબાઈ પ્રમાણે, pancreas નો સાંધો કેવો વર્તે છે એના પ્રમાણે, intensive care જોઈએ કે નહીં એના પ્રમાણે, અને vein ફરી જોડવી પડે કે નહીં એના પ્રમાણે. Admission પહેલાં લખેલું estimate અપાય છે, અને એમાં શું સામેલ છે ને શું નથી એ office સમજાવે છે.

Apollo Hospital, Bhat મોટી insurance કંપનીઓ અને cashless schemes સાથે empanelled છે, અને pre-authorisation office સીધું કરે છે. Policy ની વિગત reports સાથે મોકલી દો તો કાગળનું કામ સારવારના આયોજન સાથે જ ચાલે. રોકાણ ધાર્યા કરતાં લંબાય તો enhancement request એ જ વખતે મૂકાય છે, રજા વખતે નહીં.

Admission વખતે સાથે લાવવાનું: બધાં imaging disc કે drive માં, જૂના discharge summary, દવાઓની યાદી doses સાથે, insurance card અને ઓળખપત્ર, અને એક કુટુંબીજનનું નામ-નંબર જે સંપર્કમાં રહેશે.

વારંવાર પુછાતા સવાલો

આટલી મોટી ઉંમરે આવું મોટું operation કરાવવું જોઈએ?

ઉંમર એકલી નિર્ણય નથી કરતી; fitness કરે છે. હૃદય, ફેફસાં, પોષણ અને રોજની હલનચલન જોઈને નક્કી થાય છે — અને જે દર્દી operation માટે fit ન હોય એને એ સાફ કહેવાય છે.

Operation પછી કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડે?

સામાન્ય Whipple's પછી લગભગ એકથી દસ દિવસ. Pancreas માંથી leak થાય કે હોજરી ધીમી ચાલે તો લંબાય, અને બંને હોસ્પિટલમાં જ સંભાળાય છે, ઘરે નહીં.

Operation વગર દવાથી મટી શકે?

જે ગાંઠ નીકળી શકે એમ નથી એના માટે chemotherapy જ સારવાર છે, અને borderline ગાંઠમાં એ પહેલાં અપાય છે. પણ નીકળી શકે એવી ગાંઠમાં માત્ર chemotherapy operation ની જગ્યા લેતી નથી.

Operation પછી diabetes થઈ જશે?

કેટલાકને થાય છે, અને જેમને પહેલેથી છે એમનું બદલાય છે. રજા પહેલાં તપાસાય છે, લખેલો plan સાથે જાય છે, અને follow-up માં જોવાય છે.

જમવા સાથે enzyme ની ગોળી કેમ લેવી પડે?

કારણ કે pancreas નો જે ભાગ પાચનના enzyme બનાવતો હતો એ ઓછો થયો છે. એ વગર ખોરાક પચતો નથી, વજન ઘટે છે અને chemotherapy સહન થતી નથી. દરેક ભોજન અને નાસ્તા સાથે લેવાની હોય છે — મરજીની વાત નથી.

ડોક્ટરે "borderline" કહ્યું. એટલે operation નહીં થાય?

ના. એટલે પહેલાં chemotherapy, અને પછી નવા scan પર operation નો નિર્ણય ફરી લેવાય. ઘણી borderline ગાંઠોનું એ સારવાર પછી સફળ operation થાય છે.

Dr Harsh Shah ક્યાં મળે છે

Shah’s Gastro, Cancer & Robotic Surgery Centre — Gota, Ahmedabad
Consultations, review of reports, follow-up and surveillance.
Google: Dr Harsh Shah · 4.89 from 216 reviews
Directions to the Gota clinic

Apollo Hospital — Bhat, Gandhinagar
Admission, surgery and inpatient care.
Google: Dr Harsh Shah – Robotic GI Surgeon · 4.94 from 17 reviews
Directions to Apollo, Bhat

Pancreas ના cancer ના operation માટે દર્દીઓ આખા ગુજરાતમાંથી અમદાવાદ આવે છે — ગાંધીનગર, મહેસાણા, નડિયાદ, આણંદ, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, જામનગર અને કચ્છ — અને દક્ષિણ રાજસ્થાન તથા પશ્ચિમ મધ્યપ્રદેશમાંથી પણ. CT પહેલાં WhatsApp કરી દો.

Dr Harsh Shah ના પાચનતંત્રના cancer ના કામ વિશે વધુ: pancreatic cancer treatment · stomach cancer treatment · rectal cancer treatment.

Call +91-63555-64601  ·  WhatsApp

Rate this page

Get health updates from Dr Harsh Shah on WhatsApp

Swasth Parivar: twice a month, practical advice on recovery, diet and warning signs. No advertising. Stop any time.

Your number is used for these updates and for the clinic to reach you. It is never sold or passed on. To stop, reply STOP on WhatsApp.

Dr Harsh Shah - Surgical Gastroenterologist and GI Robotic Surgeon, Ahmedabad
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.