WhatsApp

GIST ની ગાંઠ: સોય નાખીને biopsy કેમ નહીં?

Dr. Jivraj Mehta Hospital · વાસણા, અમદાવાદ

Book on WhatsApp દબાવવાથી તમારા ફોનમાં WhatsApp ખુલવાની શક્યતા છે.

GIST ના surgeon, અમદાવાદ · Dr. Jivraj Mehta Hospital, વાસણા, અમદાવાદ

CT માં હોજરી (stomach) ની દીવાલમાં ગાંઠ દેખાય, એટલે ઘરના લોકો સ્વાભાવિક રીતે પૂછે: “પહેલાં સોય મારીને જોઈ લો ને, cancer છે કે નહીં?” GIST માં ઘણી વાર એ જ સૌથી જોખમી પગલું છે — ચામડીમાંથી નાખેલી સોય ગાંઠ ફાડી શકે. GIST નું operation ત્રણ વાત પર ટકે છે, અને એ ત્રણેય surgeon ના હાથમાં છે: ગાંઠ ફાટ્યા વગર એક જ ટુકડામાં નીકળે, આસપાસ સામાન્ય દીવાલની સાફ કિનારી સાથે આવે, અને હોજરી કે આંતરડાનો શક્ય એટલો ભાગ બચે. આ પાનું સમજાવે છે કે Dr Harsh Shah biopsy, imatinib પહેલાં કે સીધું operation, wedge કે મોટું operation, અને દૂરબીન કે open — આ નિર્ણય કેવી રીતે લે છે, second opinion ક્યારે લેવો, અને સહી પહેલાં શું પૂછવું.

Operation કોણ કરે છે, નિર્ણય કોણ લે છે?

Dr. Jivraj Mehta Hospital OPD માં Dr Harsh Shah તમને જુએ છે, consent પોતે લે છે, અને Dr. Jivraj Mehta Hospital, Vasna, Ahmedabad માં operation પણ પોતે જ કરે છે. Operation પહેલાં કે પછી imatinib ની વાત હોય, GIST અન્નનળી-હોજરીના જોડાણ પાસે, પિત્તની નળીના મુખ પાસેના duodenum માં, કે મળાશયમાં નીચે હોય, કે ગાંઠ ફેલાઈ હોય — ત્યારે plan પહેલાં tumour board પર બને છે.

Dr Harsh Shah, પેટ અને cancer ના surgeon, અમદાવાદ
Dr Harsh Shah — MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology).

Dr Harsh Shah. Surgical gastroenterology ની super-specialty training, એ જ specialty માં બે વાર qualification, અને GI અને cancer surgery માં 18 વર્ષનો અનુભવ. હોજરી, નાનું આંતરડું, duodenum, મોટું આંતરડું, મળાશય, pancreas અને પિત્તની નળીના operation — આ જ આખી practice છે, general surgery ની યાદીની એક લાઇન નહીં.

Dr Harsh Shah
MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology)
Registered with Gujarat Medical Council, Reg. No. G-38738
Gastro, Cancer & Laparoscopic Surgeon · Dr. Jivraj Mehta Hospital, Vasna, Ahmedabad

Google rating: Dr. Jivraj Mehta Hospital, Vasna, Ahmedabad પર 17 reviews માંથી 4.94.

Tumour board પર surgeon, medical oncologist, radiologist અને pathologist એક જ CT, એક જ endoscopy અને એક જ tissue જુએ છે. GIST માં સવાલ ભાગ્યે જ “કઢાશે કે નહીં?” હોય છે — મોટા ભાગની કઢાય છે — સવાલ એ હોય છે કે “ગાંઠ આખી અને સુરક્ષિત રીતે કાઢતું સૌથી નાનું operation કયું, અને પહેલાં ગોળીઓ આપવી કે નહીં?”

GIST નું operation હોજરીના cancer થી કેમ જુદું?

GIST અંદરના પડમાંથી નહીં, પણ આંતરડાની સ્નાયુવાળી દીવાલમાંથી ઊગે છે, અને lymph nodes માં ભાગ્યે જ ફેલાય છે. એટલે operation માં ગાંઠ સામાન્ય દીવાલની સાંકડી કિનારી સાથે કઢાય છે, અને lymph nodes રૂટિનમાં કઢાતા નથી. એ જ કારણે હોજરીની GIST મોટે ભાગે હોજરીની દીવાલના એક wedge સાથે નીકળી જાય છે, અને બાકીની હોજરી કામ કરતી રહે છે.

GIST ક્યાં છે, સામાન્ય operation, અને surgeon શું બચાવે છે
GIST ક્યાં છેસામાન્ય operationSurgeon શું બચાવે છે
હોજરીનો body કે fundusWedge resection — ગાંઠની આસપાસ હોજરીની દીવાલનો ટુકડોબાકીની હોજરી; ગાંઠ ન ફાટે
અન્નનળીના જોડાણ કે હોજરીના નીકળવાના રસ્તા પાસેWedge, જેમાં બંધ હાથથી ટાંકા લઈને થાય જેથી રસ્તો સાંકડો ન થાય; ગાંઠ મોટી હોય તો પહેલાં imatinibગળવું, કે હોજરીમાંથી ખોરાક આગળ જવો
હોજરીની પાછળની દીવાલહોજરીને આંતરડાના જોડાણથી છૂટી કરીને wedge, ઘણી વાર અંદર endoscope રાખીનેતંદુરસ્ત હોજરી લીધા વગર ચોક્કસ કિનારી
Duodenum, પિત્તની નળીના મુખથી દૂરDuodenum નો segment કે wedgeપિત્ત અને pancreas ની નળીઓ
Duodenum, પિત્તની નળીના મુખ પાસેશક્ય હોય તો પહેલાં imatinib, પછી મુખ બચાવીને segment; એ ન થાય ત્યારે જ Whipple’s operationAmpulla અને pancreas
નાનું આંતરડુંએ segment કાઢીને છેડા જોડવાઆંતરડાની લંબાઈ
મળાશયમાં નીચેપહેલાં imatinib, પછી local કે anterior resection; sphincter છૂટો ન થાય તો જ એ કાઢવોસંડાસ પરનો કાબૂ, અને કાયમી stoma ટાળવો

મોટું operation — હોજરીનો મોટો ભાગ કે આખી હોજરી કાઢવી — ત્યારે જ, જ્યારે wedge પછી ખોરાકનો રસ્તો બરાબર ન રહે. ગાંઠને “cancer” કહેવાયું એટલે મોટું operation વધુ સારું, એવું GIST માં નથી. અહીં વધુ એટલે સારું નહીં; પૂરું અને આખું એટલે સારું.

Biopsy પહેલાં કરવી જોઈએ?

હંમેશાં નહીં. સ્પષ્ટ રીતે કાઢી શકાય એવી GIST માં operation પહેલાં biopsy જરૂરી નથી — અને ચામડીમાંથી સોય નાખીને તો ક્યારેય નહીં, કારણ કે એનાથી ગાંઠ ફાટી શકે અને સોયના રસ્તે ગાંઠના કોષ ફેલાઈ શકે. Biopsy endoscope (EUS) થી ત્યારે લેવાય, જ્યારે પરિણામથી plan બદલાય — ખાસ કરીને imatinib શરૂ કરતાં પહેલાં.

એક surgeon તરીકે કહું — “સોય મારીને જોઈ લો” એ સાંભળવામાં સાવચેતી લાગે, પણ સ્પષ્ટ રીતે કાઢી શકાય એવી GIST માં એ સાવચેતી નથી, જોખમ છે. Operation પહેલાં imatinib ત્યારે જ અપાય, જ્યારે tissue હાથમાં હોય અને શક્ય હોય તો mutation test થયો હોય. Mutation નક્કી કરે છે કે imatinib કામ કરશે કે નહીં, અને કયા ડોઝમાં: એક ખાસ ફેરફારમાં ગાંઠ imatinib ને ગાંઠતી જ નથી અને બીજી દવા જોઈએ, અને બીજા એક ફેરફારમાં વધુ ડોઝ જોઈએ. આંખ બંધ કરીને ગોળી શરૂ કરવાથી મહિનાઓ એવી દવા પર જાય, જે કદાચ કામ જ ન કરે. Scan પર GIST જેવી દેખાતી અમુક ગાંઠ પછી leiomyoma, schwannoma, lymphoma કે હોજરીનું cancer નીકળે — અને જ્યાં આ ફરક operation બદલે, ત્યાં biopsy સૌથી વધુ મહત્વની છે.

સીધું operation કે પહેલાં imatinib?

મોટા ભાગની GIST તરત કઢાય છે. પહેલાં છથી બાર મહિના imatinib ત્યારે, જ્યારે ગાંઠ એટલી મોટી કે એવી જગ્યાએ હોય કે અત્યારે કાઢવાથી જરૂર કરતાં વધારે અંગ જાય — અન્નનળીના જોડાણ પાસે, પિત્તની નળીના મુખ પાસેના duodenum માં, મળાશયમાં નીચે, કે કાઢવાની કિનારી પર હોય. હેતુ: પછીથી નાનું, અંગ બચાવતું operation.

પહેલાં imatinib અપાય ત્યારે વચ્ચે વચ્ચે CT ફરી થાય છે. Operation એ સમયે ગોઠવાય છે જ્યારે ગાંઠ સૌથી વધુ નાની થઈ હોય — સામાન્ય રીતે સળંગ બે scan માં વધુ ફેરફાર ન દેખાય ત્યારે — અને એટલું મોડું નહીં કે ગાંઠ દવા સામે ટેવાઈ જાય. Imatinib પર GIST નાની થતાં પહેલાં CT માં ઘણી વાર ઘાટી અને પાણી ભરેલી દેખાય છે; એ પણ દવાની અસર છે, અને એ બરાબર વાંચવું operation નો સમય નક્કી કરવાનો ભાગ છે.

આ નિર્ણય tumour board પર થાય છે, operate કરનાર surgeon ની હાજરીમાં. એક team imatinib શરૂ કરે અને બીજી team operate કરે, ત્યારે operation નો સમય કોઈની જવાબદારી ન રહે એવું જોખમ છે.

Operation માં ગાંઠ ફાટવી ન જોઈએ

કાઢતી વખતે GIST ફાટી જાય — નાની તિરાડ પણ, કે ગાંઠ ટુકડે ટુકડે નીકળે — તો એ ક્ષણથી જ એ high-risk ગણાય, ગમે તેટલી નાની હોય, અને પાછી આવવાની શક્યતા ઘણી વધી જાય. Operation નું દરેક પગલું ગાંઠનું આવરણ (capsule) આખું રાખવા માટે ઘડાય છે.

વ્યવહારમાં એનો અર્થ: ગાંઠને સાધનથી સીધી પકડવામાં આવતી નથી; એની બાજુની સામાન્ય દીવાલથી પકડાય છે. દૂરબીનના operation માં ગાંઠ ઉપર gas નું દબાણ ઓછું રખાય છે, અને દરેક ગાંઠ થેલી (retrieval bag) માં જ બહાર આવે છે, નાના ચીરામાંથી ખેંચીને ક્યારેય નહીં. દૂરબીનથી સુરક્ષિત રીતે છૂટી ન પડે, તો operation open માં ફેરવાય છે — એ સાચો નિર્ણય છે, નિષ્ફળતા નહીં. હોજરી બંધ કર્યા પછી operation પૂરું થાય એ પહેલાં leak નો test થાય છે. બીજે ક્યાંક ચામડીમાંથી biopsy લેવાઈ હોય, તો એ સોયનો રસ્તો પણ કઢાય છે. ગાંઠ આખી નીકળી કે નહીં, અને કેવી રીતે — એ operation note માં સ્પષ્ટ લખાય છે, કારણ કે pathologist અને oncologist ને એ જાણવું જરૂરી છે.

Console પર કોણ છે, અને કઈ રીતે

Operation Dr Harsh Shah પોતે કરે છે.

Scan વાંચ્યા પછી રીત તમારી ગાંઠ પ્રમાણે નક્કી થાય છે અને consent વખતે સમજાવાય છે. પૂછો કે operation ના દિવસે કોણ operate કરશે, તારીખ ખસે તો પણ એ જ રહેશે કે નહીં, અને દૂરબીનથી ગાંઠ એક ટુકડામાં ન નીકળે તો શું થશે.

Operation નાં જોખમ

Operation નું દરેક જોખમ consent ની વાતમાં નામ લઈને કહેવાય છે, અને તમને લાગુ પડતા આંકડા — ગાંઠનું કદ અને જગ્યા, તમારી ઉંમર, તાકાત, અને operation planned છે કે તાત્કાલિક એ પ્રમાણે — ત્યાં રૂબરૂ અપાય છે. Operation થી મૃત્યુનું જોખમ સ્પષ્ટ કહેવાય છે, ઇશારામાં નહીં.

સામાન્ય જોખમ: લોહી ચડાવવું પડે એટલું bleeding, ઘામાં infection, પગ કે ફેફસામાં clot, હૃદયની તકલીફ, અને દૂરબીનમાંથી open માં ફેરવવું. GIST surgery નાં ખાસ જોખમ: હોજરીના બંધમાંથી leak; staple line માંથી bleeding, જે કાળા ઝાડા કે લોહીની ઊલટી તરીકે દેખાય; અન્નનળીના જોડાણ કે હોજરીના રસ્તા પાસે સંકોચન; થોડા સમય માટે હોજરી ધીમી ખાલી થવી; પૂરી કાળજી છતાં capsule ફાટવું, જેનાથી જોખમ વધે; અને wedge પછી હોજરી બરાબર ન રહે એમ લાગે તો operation દરમિયાન મોટું operation કરવું. લાંબા ગાળે: છેલ્લી risk category પ્રમાણે GIST પાછી આવવાની શક્યતા, ત્રણ વર્ષ imatinib ની શક્યતા, અને નિયમિત CT.

Operation પછી ઝડપી ધબકારા, તાવ, પેટનો નવો દુખાવો, કે કાળા ઝાડા કે લોહીની ઊલટી — તરત જણાવવું અને એ જ દિવસે પગલાં; રાતભર રાહ નહીં.

Operation ક્યારે નહીં, ક્યારે હજી મદદરૂપ?

GIST liver કે પેટના પડદામાં ફેલાઈ ગઈ હોય, ત્યારે મુખ્ય સારવાર imatinib છે, operation નહીં. છતાં ત્રણ સ્થિતિમાં operation ની જગ્યા છે: દવાથી સારી રીતે કાબૂમાં આવેલો મર્યાદિત રોગ જે આખો કાઢી શકાય, બાકી બધું કાબૂમાં હોય ત્યારે એક જ જગ્યાએ વધતી ગાંઠ, અને bleeding કે રુકાવટ જેવી તકલીફ.

ગોળી ચાલુ હોવા છતાં બધે વધતા રોગમાં operation મદદ કરતું નથી, અને Dr Harsh Shah એ સ્પષ્ટ કહેશે. એ જ રીતે, લોહી પડતી GIST પોતે emergency છે: પહેલાં લોહી-પ્રવાહી ચડાવી સ્થિર કરવું અને endoscopy, પછીનું operation ઉતાવળમાં નહીં, ગાંઠ આખી કાઢવાના plan સાથે.

Second opinion ક્યારે લેવો જોઈએ

સહી કરતાં પહેલાં second opinion લેવા જેવો છે, જો કાઢી શકાય એવી દેખાતી ગાંઠમાં ચામડીમાંથી સોયથી biopsy કહેવાઈ હોય, wedge થી નીકળી શકે એવી GIST માટે આખી હોજરી કાઢવાનું કહેવાયું હોય, કે અન્નનળીના જોડાણ, પિત્તની નળીના મુખ પાસે કે મળાશયમાં નીચેની GIST માટે imatinib ની ચર્ચા વગર મોટું operation નક્કી થયું હોય.

Mutation test વગર imatinib શરૂ થઈ ગઈ હોય, operation પછીના pathology report માં mitotic count, કદ અને ગાંઠ આખી હતી કે નહીં એ લખ્યું ન હોય, કે ગાંઠ ફાટે નહીં એની કોઈ વાત વગર “નાનું, સહેલું operation છે” કહેવાયું હોય — તો પણ second opinion વાજબી છે.

સાથે લાવો: CT ફક્ત report નહીં, disc કે drive પર; photos સાથે endoscopy અને EUS ના reports; biopsy અને mutation ના reports; hemoglobin સહિત લોહીના reports; અને ચાલુ દવાઓ.

Consent આપતા પહેલાં પૂછવાના સવાલ

  1. હોજરી કે આંતરડાનો wedge થશે, કે મોટું operation — અને કેમ?
  2. મારા કિસ્સામાં પહેલાં imatinib આપવી જોઈએ? Mutation test થયો છે?
  3. ગાંઠ ફાટે નહીં એ માટે શું કરાશે, અને operation note માં ગાંઠ આખી હતી કે નહીં એ લખાશે?
  4. ગાંઠ અન્નનળીના જોડાણ, હોજરીના રસ્તા કે પિત્તની નળીના મુખ પાસે છે? તો એ રસ્તો કેવી રીતે બચાવાશે?
  5. મારી ઉંમર અને તાકાત પ્રમાણે મારાં પોતાનાં જોખમ શું — મૃત્યુનું જોખમ પણ?
  6. Pathology report મારી સાથે કોણ વાંચશે, અને પછી imatinib નો નિર્ણય એના પરથી કેવી રીતે થશે?

દર્દીઓ અને પરિવારોએ શું કહ્યું

★★★★★

“We are very thankful to Dr. Harsh Shah for treating and operating on my father for gastric (stomach) cancer. From the first consultation to the surgery and follow-up, he guided us with great care and explained everything clearly. My father is doing well now, and we are extremely grateful for the treatment and support provided by Dr. Harsh Shah and his team. He is a highly experienced and compassionate doctor. We would definitely recommend Dr. Harsh Shah to anyone looking for an experienced doctor for stomach cancer treatment. Thank you, Doctor, for everything!”

— Moh. Ahsan, Google review

★★★★★

“I would like to recommend Dr Swati and Dr Harsh for any gastrointestinal and uro- gynecological related issues..Both doctors are highly experienced and treat patients with utmost care.”

— Neha Jain, Google review

★★★★★

“My father has carcinoma of stomach ,Harsh sir did radical gastrectomy and he is recovering very nicely under Dr.Harsh's observation ,he listen each and every complain calmly and with patience and make patient very comfortable during treatment , during procedure and during stay at hospital. we are satisfied with the treatment and very confident about the fully recovery of disease as we are under treatment of Dr.Harsh & team.Thank you Dr.Harsh & his whole team and staff.”

— tina parmar, Google review

Reviews Google પર જેમ લખાયા છે એમ જ મૂક્યા છે — મૂળ જોડણી અને spacing સાથે. એક review sarcoma ની surgery નો છે — GIST એ જ પરિવારની ગાંઠ છે; બાકીના બે હોજરીના cancer ના operation ના છે, એ જ અંગની જુદી ગાંઠ.

Dr Harsh Shah એ કરેલી હોજરીની surgery પછી એક દર્દીનો recovery નો અનુભવ — હોજરીના cancer માટે, GIST થી જુદી ગાંઠ — લેખિત સંમતિ સાથે રેકોર્ડ અને શેર કરેલો.

Operation પછી, imatinib નો નિર્ણય report કરે

કાઢેલી દરેક GIST ચાર વાત પરથી વર્ગીકૃત થાય છે: કદ, કોષ કેટલી ઝડપથી વિભાજિત થાય છે (mitotic count, નક્કી વિસ્તારમાં ગણાય), ક્યાંથી ઊગી, અને ફાટી હતી કે નહીં. આ ચારેય મળીને risk category નક્કી કરે છે, અને એ category નક્કી કરે છે કે operation પછી imatinib ની સલાહ અપાય કે નહીં.

Dr Harsh Shah report તમારી સાથે રૂબરૂ વાંચે છે. High-risk GIST માં સામાન્ય રીતે operation પછી ત્રણ વર્ષ imatinib; low-risk માં ગોળી નહીં, ફક્ત scan; વચ્ચેના જૂથમાં નિર્ણય દરેક દર્દી પ્રમાણે, mutation ને ધ્યાનમાં રાખીને. અમુક GIST — imatinib સામે ટકતા ફેરફારવાળી, અને SDH-deficient પ્રકારની — માં operation પછી imatinib અપાતી જ નથી. Microscope નીચે કિનારી નજીક હોય, તો બીજું operation આપોઆપ નથી; tumour board પર વિચારાય છે.

Imatinib ની સલાહ હોય, તો દવા જેટલી જ બે વાત મહત્વની છે: રોજ, ચૂક્યા વગર લેવી, અને સાચી દવા મળે એનું ધ્યાન — હલકી ગુણવત્તાની generic ગોળીઓ એક વાસ્તવિક તકલીફ છે. ત્યાર પછી risk category પ્રમાણે નક્કી schedule મુજબ CT, અને high-risk GIST માં ગોળી બંધ થયા પછી પણ ચાલુ — કારણ કે ત્યારે જ ગાંઠ પાછી દેખાવાની શક્યતા વધારે હોય છે.

તમારી સારવારના પાંચ પગલાં

  1. Consultation બુક કરો. Dr. Jivraj Mehta Hospital OPD, અમદાવાદમાં — CT, endoscopy કે EUS ના reports અને biopsy હોય તો એ સાથે.
  2. Tests, tumour board અને plan. પેટ અને pelvis નો CT, plan બદલાય ત્યાં EUS biopsy અને mutation test, hemoglobin સુધારવું, અને Dr Harsh Shah સાથે પોતે consent ની વાત.
  3. Surgery. Dr. Jivraj Mehta Hospital, વાસણા, અમદાવાદમાં — સીધું, કે imatinib થી ગાંઠ નાની થયા પછી — Dr Harsh Shah operate કરે છે.
  4. હોસ્પિટલમાં ટૂંકું રોકાણ. Operation ના દિવસે પથારીમાંથી ઊભા થવું અને ઘૂંટડે ઘૂંટડે પાણી, પછીના દિવસોમાં પ્રવાહી અને પછી નરમ ખોરાક, દિવસમાં ઘણી વાર ચાલવું, અને ખાતા થાઓ, ગોળીથી દુખાવો કાબૂમાં હોય અને જાતે ચાલી શકો ત્યારે ઘરે.
  5. Follow-up અને પૂરું સાજાપણું. Pathology અને risk category ની રૂબરૂ ચર્ચા, જરૂર હોય તો imatinib referral, અને લેખિત schedule પ્રમાણે CT.

ખર્ચ, insurance અને દાખલ થવું

GIST ના operation નો ખર્ચ એક આંકડો નથી. ગાંઠનું કદ અને જગ્યા, wedge કે મોટું operation, દૂરબીન કે open, રૂમનો પ્રકાર અને કેટલા દિવસ રહેવું — એ પ્રમાણે બદલાય છે. Operation પહેલાં કે પછીની imatinib અલગ, લાંબો ચાલતો ખર્ચ છે. દાખલ થતાં પહેલાં લેખિત estimate અપાય છે.

Dr. Jivraj Mehta Hospital, Vasna, Ahmedabad મોટી insurance companies અને cashless સુવિધા સાથે કામ કરે છે, અને pre-authorisation insurance desk સીધું સંભાળે છે. Reports સાથે policy ની વિગત આપો, અને પૂછો કે લાંબો સમય લેવાની cancer ની ગોળીઓ policy માં કેવી રીતે આવરી લેવાય છે.

દાખલ થતી વખતે લાવો: disc કે drive પર images, endoscopy અને biopsy ના reports, અગાઉના discharge summary, ડોઝ સાથે દવાઓ, insurance card અને ઓળખપત્ર, અને સંપર્ક માટે પરિવારનું એક વ્યક્તિ.

વારંવાર પૂછાતા પ્રશ્નો

Cancer છે કે નહીં, એ જાણવા સોય મારીને biopsy કેમ નથી કરતા?

કારણ કે ચામડીમાંથી નાખેલી સોય GIST ને ફાડી શકે અને સોયના રસ્તે ગાંઠના કોષ ફેલાવી શકે, જેનાથી જોખમ વધે. Biopsy જરૂરી હોય ત્યારે endoscope થી લેવાય છે. સ્પષ્ટ રીતે કાઢી શકાય એવી GIST માં ઘણી વાર operation પહેલાં biopsy ની જરૂર જ નથી.

GIST એટલે cancer જ ને?

GIST એ sarcoma છે — આંતરડાની સ્નાયુવાળી દીવાલની ગાંઠ — અને એનું વર્તન બહુ ઓછા જોખમથી લઈને ઊંચા જોખમ સુધીનું હોય. જોખમ કાઢ્યા પછી કદ, mitotic count, જગ્યા અને ફાટી કે નહીં એ પરથી નક્કી થાય. એટલે નાની હોય તો પણ cancer ની જેમ જ કાળજીથી plan થાય છે.

આખી હોજરી કાઢી નાખવી પડશે?

મોટે ભાગે નહીં. હોજરીની મોટા ભાગની GIST હોજરીની દીવાલના wedge સાથે નીકળી જાય છે, અને બાકીની હોજરી કામ કરતી રહે છે. Wedge થી રસ્તો સાંકડો થાય એમ હોય — અન્નનળીના જોડાણ કે હોજરીના રસ્તા પાસે — ત્યારે જ મોટું operation.

હા, સારી જગ્યાએ આવેલી હોજરીની ઘણી નાની GIST માં. શરત એક જ: ગાંઠ થેલીની અંદર, આખી બહાર આવે. મોટી કે નાજુક ગાંઠ અને emergency માં open surgery વધુ સુરક્ષિત છે.

Operation પછી ગોળી (imatinib) કેટલો સમય લેવી પડે?

એ pathology report ની risk category પર આધાર રાખે. High-risk માં સામાન્ય રીતે ત્રણ વર્ષ; low-risk માં ગોળી નહીં, ફક્ત scan; વચ્ચેના જૂથમાં નિર્ણય દર્દી પ્રમાણે. અમુક mutation માં imatinib અપાતી જ નથી.

બહારગામથી આવીએ છીએ, imatinib ચાલુ હોય તો follow-up કેવી રીતે?

Operation અને pathology ની ચર્ચા રૂબરૂ થાય છે; ત્યાર પછીના CT નું schedule લેખિત અપાય છે. ગોળી રોજ, ચૂક્યા વગર લેવી, અને સાચી દવા જ મળે એનું ધ્યાન રાખવું — દરેક મુલાકાતે એ પણ તપાસાય છે.

Dr Harsh Shah ક્યાં મળે છે

Dr. Jivraj Mehta Hospital, Vasna, Ahmedabad
Dr. Jivraj Mehta Hospital, Dr Jivraj Mehta Marg, Vasna, Ahmedabad 380007.
Google: Dr Harsh Shah · 17 reviews માંથી 4.94
Dr. Jivraj Mehta Hospital, Vasna, Ahmedabad નો રસ્તો · WhatsApp +91-63555-64601

GIST ના operation માટે આખા ગુજરાતમાંથી — Gandhinagar, Mehsana, Himmatnagar, Palanpur, Nadiad, Anand, Rajkot, Bhavnagar અને Kutch — અને દક્ષિણ રાજસ્થાન તથા પશ્ચિમ મધ્યપ્રદેશમાંથી પરિવારો અમદાવાદ આવે છે.

પહેલી મુલાકાતમાં CT, endoscopy કે EUS નો report અને biopsy હોય તો એ સાથે લાવો. Images અને reports મુલાકાત પહેલાં મોકલી શકો છો, જેથી consultation વખતે એ પહેલેથી વંચાયેલા હોય. સારવારનો નિર્ણય consultation માં, તપાસ પછી જ થાય છે. Call +91-63555-64601 · WhatsApp પર clinic નો સંપર્ક

Book on WhatsApp દબાવવાથી તમારા ફોનમાં WhatsApp ખુલવાની શક્યતા છે.

Get health updates from Dr Harsh Shah on WhatsApp

Swasth Parivar: every week, practical advice on recovery, diet and warning signs. No advertising. Stop any time.

Your number is used for these updates and for the clinic to reach you. It is never sold or passed on. To stop, reply STOP on WhatsApp.

Dr Harsh Shah, Gastro, Cancer & Laparoscopic Surgeon, Ahmedabad
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.